મહેંકતાં ગુલાબ સૌ ને પ્યારા જ હોવાનાં.
સાથે કંટકોથી યે પનારા જ હોવાનાં.
પૂર્ણ પ્રકાશ કદી ફેંલાશે નહિં દુનિયામાં,
દીપક તળે હંમેશા અંધારા જ હોવાનાં.
કોણ કહે છે અત્યાચાર લોકોને ગમે છે?
અંતર તો સૌ ના સિસકતા અંગારા જ હોવાનાં.
વહે છે અમારી આંખમાં થી, એથી શું થયું?
વહેતાં એ વ્યથાશ્રુ તો તમારા જ હોવાનાં.
કહેવું સહેલું છે, કરવું ખૂબ જ અઘરું છે,
આંસુ અન્યનાં લુંછવા આકરાં જ હોવાનાં.
પ્રેમ હશે તો વળી ભવ-સાગર તરી જશું,
નહિતર મઝધારથી ય ઊંડા કિનારા જ હોવાનાં.
અમે વિશાળતાનો ભલે ને ગમે તેવો ઢોંગ કરીએ,
ખાબોચિયાં તો આખરે છીંછરા જ હોવાનાં.
રાજેશ જોશી "આરઝુ"
બહુ સરસ ગઝલ.
જવાબ આપોકાઢી નાખોવાહ રાજેશભાઈ....
જવાબ આપોકાઢી નાખોકહેવું સહેલું છે, કરવું ખૂબ જ અઘરું છે,
આંસુ અન્યનાં લુંછવા આકરાં જ હોવાનાં.
-આ વાત જરા વધારે ગમી.