ગુરુવાર, 11 માર્ચ, 2010

...રે પરદેશી પંખીડા!


(તસ્વીર - આભપરો, ૦૮/૧૨/૨૦૦૮)

ફરી ક્યારેક મારે ગામ આવજો, રે પરદેશી પંખીડા!
સાથે સ્મરણો બે-ચાર લાવજો, રે પરદેશી પંખીડા!

એ માળામાં હવે કોઈ કિલ્લોલ ગુંજતો નથી અહીં,
મીઠા ટહુકા એમાં રેલાવજો, રે પરદેશી પંખીડા!

ઉડી ગયા છો આપ જ્યારથી કોઇ ઉંચે આકાશ,
રડે છે કોઇ ત્યારથી યાદ એ રાખજો, રે પરદેશી પંખીડા!

ઉડો ભલે પાંખો પ્રસારી, સાતમે આશમાન તમે,
ક્યારેક આ ડાળીએ નજર નાખજો, રે પરદેશી પંખીડા!

વંટોળીયો આવશે 'ને પિંખાઈ જશે આ માળો 'આરઝુ'
જો! જો! તમે મોડા ના પડજો! રે પરદેશી પંખીડા!


રાજેશ જોશી "આરઝુ"

4 ટિપ્પણીઓ:

  1. First of all ...
    1. This snap is from my favorite place, none other than "Abha-para"... which i always dream to land at while flying at "pankho pasari - satme asman" which you said... :)

    2. Wrote with proper beauty...
    so now i am singing this poem for You, Rajeshbhai, that fly sometimes to India and visit various waiting nests ...

    Jai Trikamjibapu.
    Dharma Ni Jai Ho.

    જવાબ આપોકાઢી નાખો
  2. વાહ, શું ગઝલ છે.....વિશેષણો ખૂટી ગયાં આ ગઝલ માટે તો… ખુબ સુમધુર રચના....વારંવાર સાંભળવી ગમે તેવી ગઝલ....વિદેશમાં વસતા લોકોને તમે વતનની યાદ અપાવો છો અને વતન સાથેના તાણાવાણા જોડી આપો છો તેનો ખૂબ આનંદ થાય છે....રોજ એક વાર આ રચના મા ખોવાઇ જાવનુ મન થાય એવિ રચના...

    જવાબ આપોકાઢી નાખો

ગુજરાતીમાં લખવા અહિ ક્લિક કરો

Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list