(Shivansh... ......with bubble fun)
ક્ષણમાં તુટી જાય પરપોટા.
પળમાં ફુટી જાય પરપોટા.
જગ-ચિત્ર તો સપ્તરંગીલુ,
રંગમાં ડુબી જાય પરપોટા.
ફુલની કોમળતા જરા સ્પર્શે,
ફુલ પર ઉગી જાય પરપોટા.
કિસ્મતની ફૂંક વધારે લાગે,
અહ્મથી ફુલી જાય પરપોટા.
સત્ની જો એને હવા લાગી,
ઉર્ધ્વ ઉડી જાય પરપોટા.
અંદર આકાશ, બહાર આકાશ.
આકાશમાં ભળી જાય પરપોટા.
રાજેશ જોશી ‘આરઝુ’