ગુરુવાર, 29 એપ્રિલ, 2010

ચહેરા

ચહેરા ઉપર લટકતા ચહેરા.
ખુદથી ખુદને ખટકતા ચહેરા.

આંખ બની અરિસો વ્યથાનો,
'ને આંસુ બનીને ટપકતા ચહેરા.

ભુલામણીમાં ભુલા પડ્યા સહુ,
આમ તેમ ભટકતા ચહેરા.

બોધ લઈ નીકળ્યો કાગડો.
બાવલા બની ઉમટતા ચહેરા.

ઘરથી નીકળ્યા મુસાફર બની,
સ્મશાને જઈ અટકતા ચહેરા.

રાજેશ જોશી "આરઝુ"

3 ટિપ્પણીઓ:

  1. Nice sketch of Face...
    it is like we used to generally see in our Primary Gujarati textbooks..

    જવાબ આપોકાઢી નાખો
  2. Dear Rajeshbhai:

    'CHEHARA' & 'CHEHARO' seem same,
    but are different, one is yours and second is mine;
    you are in Dubai & I am in USA,
    although apart, but are from INDIA,
    you are from KATHIAWAD and I am from CHATOTR,
    surprisingly we have the similar interest,
    away from homeland, but eager to get connected.

    I have surfed your bolg,
    nothing is small when mater of creativity comes,
    We need to do what we are doing,
    but our aim need to do better each day.

    I wish you a great success in your endeavors.

    With regards,
    Pravin Patel 'Shashi'

    જવાબ આપોકાઢી નાખો
  3. ભુપેન રજનીકાન્ત20 મે, 2010 એ 09:17 PM વાગ્યે

    ખરેખર સુંદર, અદ્દભુત, અવર્ણનીય બસ આટલુંજ ……મારી પાસે શબ્દ નથી આને વર્ણવવા..

    જવાબ આપોકાઢી નાખો

ગુજરાતીમાં લખવા અહિ ક્લિક કરો

Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list