હૈયે છે હેતની દિવાળી, દિવડા પ્રગટાવો રાજ.
લાગણી છે હજી હુંફાળી, દિવડા પ્રગટાવો રાજ.
ચોમેર છે અંધકાર, આકાર કાંઇ દેખાય નહી,
'ને રાહ છે કાંટાળી, દિવડા પ્રગટાવો રાજ.
એક થૈ ત્યાં જવું પડે, બે ત્યાં ના સમાય,
શેરી છે સાવ સાંકળી, દિવડા પ્રગટાવો રાજ.
કાંઇ નથી છતાંય કેમ ભિંજાય જવાયું?
જાણે વરસે એક વાદળી, દિવડા પ્રગટાવો રાજ.
મોત આવશે 'ને બસ ચાલી નીકળશું 'આરઝુ'
રહેશે ક્યાં હસ્તી આપણી, દિવડા પ્રગટાવો રાજ.
- રાજેશ જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
ગુજરાતીમાં લખવા અહિ ક્લિક કરો