મારા મૌનની ભાષા…


રાજેશ જોશી “આરઝુ”

મારો જન્મ પોરબંદર પાસેના બરડા ડુંગરની ગોદમાં આવેલ આદિત્યાણા ગામમાં. બાળપણ પણ ત્યાં જ વિત્યું. તરુણાવસ્થા મોટેભાગે પોરબંદરમાં જ વિતી. રાજકોટ, કચ્છ, ભાવનગર સાથે પણ નાતો ખરો! પણ હાલનું મારુ સરનામુ એટલે દુબઈ-U.A.E. આમ તો હું વિજ્ઞાનનો છાત્ર ‘ને ઈજનેરી મારો વ્યવસાય.પણ પરમાત્માના પદચિન્હ જેવા પુસ્તક મારો પ્રાણ, સાહિત્ય સર્જન મારો આત્મા, મા શારદેની વિણાના સૂરોની સરવાણી જેવી કવિતા એટલે મારી ત્વચા,’ને મૌન મારી ભાષા. મારી સર્જનાત્મકતાને વાચા આપી ‘બર્ડાઇ જ્યોતે’ દોઢેક દાયકા પહેલા. પછી ‘શબ્દ શભા’ને સથવારે શરુ થઈ એક સર્જનયાત્રા. જે અનેક ચડાવ-ઉતાર, પડાવ-મુકામ, અલ્પવિરામ-દીર્ઘવિરામ છતાંય આજ દિન સુઘી અટકી નથી.આ સિવાય જૂનાં-નવા હિન્દી ગીતો અને ગઝલો સાંભળવા, ચિત્ર દોરવા, ફોટોગ્રાફી, પ્રવાસ કરવો, મિત્રો બનાવવા અને ખાસ તો જાળવવા મને ગમે.

E-mail : rajesh_joshi10@yahoo.com
Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list